જામનગર મોર્નિંગ - જામનગર

આમ આદમી પાર્ટી ગુજરાતના સિર્ષ નેતૃત્વ સહિત તમામ કાર્યકર્તાઓ ગુજરાતના લોકોની મદદ માટે તૈયાર છે. આ માટે આમ આદમી પાર્ટી-ગુજરાત દ્વારા તમામ સ્તરે તૈયારીઓ જેવી કે અસરગ્રસ્ત લોકો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવા, જિલ્લા મથકે કંટ્રોલ રૃમ બનાવવા, દરેક તાલુકા મથકે રેસ્કયુ-હેલ્પ ટીમો બનાવવી, લોકોને જાગૃત કરવા, ફૂડ પેકેટ, રાશનકીટ, મેડિકલ ફર્સ્ટએડ કીટ, પાણીની બોટલો, ગામોમાં લાંબો સમય વીજળી જાય તો જનરેટરર સેટ મોકલવા જેવી લોકોને મદદ મળી રહે તેવી તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે.

આ સાથે આમ આદમી પાર્ટી, ગુજરાત વતી બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોને મદદ માટે સૌરાષ્ટ્ર-કચ્છના દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી તથા ભાવનગરના જિલ્લા વાઈસ હેલ્પ લાઈન નંબરો જાહેર કરવામાં આવ્યા છે.

જેમાં જામનગર શહેર માટે આશિષભાઈ સોજીત્રા (૯૩૭૭૬ ૯૯૬૯૪), આશિષભાઈ કંટારીયા (૯૪ર૭૭ ૭રપ૪૬), કરસનભાઈ કરમુર (૯૮રપર ૧૧રપર), જામનગર જિલ્લા માટે ભાવેશભાઈ સભાડીયા (૯પ૩૭ર રરરર૦), વસરામભાઈ રાઠોડ (૮૩૪૭૮ ૧૧૧૧૧), દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે રામજીભાઈ (૯૯૯૮૯ ૦૬૦૧૪), રામભાઈ જોગાણી (૯૬૬ર૭ ૮૭૬૦૦)નો સંપર્ક કરવા જણાવાયું છે. 









.