• ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ


ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ બુલેટીન મુજબ હાલમાં પૂર્વ મધ્ય અરબ સાગરમાં ચક્રવાતી “Biparjoy” વાવાઝોડું ઉદ્દભવેલ છે. જે આગામી સમય દરમ્યાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. જેના લીધે દેવભૂમિ દ્વારકા જિલ્લા સહીત સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ખૂબ ઝડપી અને ભારે વરસાદ સાથે પવન ફુંકાવાની તથા ઉંચા દરિયાઇ મોજાઓ ઉછળવાની પ્રબળ શક્યતા હોય, આ સમય દરમ્યાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ ચક્રવાત અને હાઇટાઇડ ભરતીના મોજાથી જાનમાલને નુક્શાન થતુ અટકાવવા માટે આગમચેતીના પગલાં રૂપે જિલ્લામાં આવેલ દરિયાકાંઠાનો વિસ્તાર, દરિયાકાંઠા વિસ્તારના પ્રવાસન સ્થળો, બીચ પર લોકોની અવર-જવર તથા પશુઓ લઇ જવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. 

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા દરિયાઇ કિનારાના વિસ્તારોમાં તેમજ જિલ્લામાં દરિયા કિનારે આવેલ ગોમતી ઘાટ, શીવરાજપુર બીચ સહિતના તમામ પ્રવાસન સ્થળોએ કોઇ પણ વ્યક્તિને પ્રવેશ/અવર-જવર તથા પશુઓને લઇ જવા પર તા.૧૬/૦૬/૨૦૨૩ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

આ જાહેરનામુ ઇમરજન્સી સેવામાં રોકાયેલ એમ્બ્યુલન્સ, સરકારી ફરજ પરના અધિકારીશ્રી/કર્મચારીઓ તથા ફાયર સર્વિસને લાગુ પડશે નહીં.

આ જાહેરનામાના ઉલ્લંઘન કરનાર વ્યક્તિ વિરુધ્ધ ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ની કલમ-૧૮૮ અન્વયે કાનુની કાર્યવાહીને પાત્ર થશે.

-વૈશાલી

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦