ખંભાળિયા, દ્વારકા, મીઠાપુરમાં જુગાર રમતા 17 મહિલાઓ સહિત બે ડઝન ઝડપાયા

કુલ રૂ. 2.17 લાખનો મુદ્દામાલ કબજે

જામનગર મોર્નિંગ - ખંભાળિયા 


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવારે પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવેલી જુગાર અંગેની કાર્યવાહીમાં બે સ્થળોએ મહિલાઓ સંચાલિત જુગારધામ સહિતના ત્રણ સ્થળોએ પાડવામાં આવેલા જુગાર દરોડામાં 17 મહિલાઓ સહિત કુલ 24 શખ્સોને રૂ. 2.17 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા સોમવારે બપોરે એ.એસ.આઈ. અજીતભાઈ બારોટ, અરજણભાઈ મારુ અને મસરીભાઈ છુછરની બાતમીના આધારે દ્વારકાથી આશરે 30 કિલોમીટર દૂર કુરંગા ગામના વાડી વિસ્તારમાં ભારમલ ઉર્ફે ભરત દુલાભાઈ બેચરાજી નામના 24 વર્ષના ગઢવી શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં અંગત કાયદા માટે નાલ ઉઘરાવીને ચલાવતા જુગારના અખાડામાં દરોડો પાડ્યો હતો.

આ સ્થળેથી પોલીસે ભારમલ ઉર્ફે ભરત દુલા, અમૃતભાઈ ભનુભાઈ જાખરીયા, ગઢવી વિરમ પુના મુન, મનુ હમીર સોલંકી, દેશુર મેરામણ પોપાણીયા, આશા દેવા કારીયા અને માંડણ મુરુ લુણા નામના સાત શખ્સોને દબોચી લીધા હતા.

પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 31,530 રોકડા રૂ. 31,000 ની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન તથા રૂપિયા 1.10 લાખની કિંમતના ચાર મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1,72,530 નો મુદ્દામાલ કબજે કરી, દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધાવવામાં આવ્યો છે.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ પી.એસ.આઈ. એસ.વી. ગળચર તથા બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

અન્ય એક જુગાર દરોડામાં ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલા શિરૂ તળાવ પાસેથી પોલીસે ગત મોડી સાંજે આ વિસ્તારમાં રહેતા વાલબાઈબેન કાનાભાઈ લુણા નામના 50 વર્ષના મહિલા દ્વારા પોતાના રહેણાંક મકાનમાં અન્ય મહિલાઓને જુગાર રમવા માટેના સાધનો પૂરા પાડી અને પોતાના અંગત આર્થિક ફાયદા માટે નાલ ઉઘરાવીને રમાડતા જુગાર પર અહીંની પોલીસે દરોડો પાડયો હતો.

આ દરોડા દરમ્યાન આ સ્થળેથી હીરબાઈબેન દેવાણંદ ઉર્ફે દલુ લુણા, હિરલબેન કિશોરભાઈ સાખરા, વાલબાઈબેન દેવાણંદ કારીયા, જેઠીબેન સામરા લુણા, દેવલબેન દેશુર લુણા, પાલીબેન કાયાભાઈ કારીયા, ગીતાબા જેઠુભા જાડેજા અને રંજનબા મહોબતસિંહ વાઘેલા નામના નવ મહિલાઓને ઝડપી લીધા હતા.

આ સ્થળેથી પોલીસે રૂપિયા 34,400 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

મીઠાપુર પોલીસ દ્વારા ગતરાત્રે આરંભડા સીમ વિસ્તારમાં જુગાર દરોડો પાડી, આ સ્થળે રહેતા અરુણાબેન હરિભાઈ સિદ્ધપુરા નામના 55 વર્ષના મહિલા દ્વારા નાલ ઉઘરાવીને ચલાવતા જુગારના અખાડામાંથી અરુણાબેન સિદ્ધપુરા સાથે મીરાબેન મુગેન્દ્રભાઈ ગાંધી, આશાબેન પ્રકાશભાઈ કાનાણી, હીનાબેન રાકેશભાઈ સિદ્ધપુરા, રૂપલબેન કપિલભાઈ સિદ્ધપુરા, પ્રભાબેન રાજેશભાઈ ફળદુ, વર્ષાબેન દિનેશભાઈ સિદ્ધપુરા અને રંજનબેન જયંતીભાઈ સામાણી નામના આઠ મહિલાઓને ઝડપી લઇ, કુલ રૂપિયા 10,660 નો મુદ્દા માલ કબજે કર્યો હતો.


.