જામ ખંભાળિયા, તા. ૨૫-૦૭-૨૦૨૩

     મધ્ય પ્રદેશ રાજ્યના દેવાસ જિલ્લાના સતવાસ ગામે રહેતા લખનસિંગ ઉર્ફે લાખણસિંગ રામસિંગ ચીકલીગર સામે થોડા સમય પૂર્વ સ્થાનિક પોલીસ મથકમાં હત્યાની કલમ 302 તથા 304 (બી)હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં ઉપરોક્ત આરોપી સામે રૂ. 15,000 નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
       આ આરોપી દ્વારકા જિલ્લાના મીઠાપુર વિસ્તારમાં આવ્યો હોવાનું મોબાઈલ લોકેશનના આધારે સતવાસ પોલીસ મથકના પી.એસ.આઈ. અભિષેક સેંગરના ધ્યાને આવતા સતવાસથી તેઓ મીઠાપુર આવ્યા હતા. જ્યાં તેમણે ઈન્ચાર્જ પી.આઈ. એમ.ડી. મકવાણા તથા સ્થાનિક પોલીસ સ્ટાફને સાથે રાખી અને તાકીદની કાર્યવાહી કરી, ખૂબ જ ટૂંકા સમય ગાળા દરમિયાન આરોપી લખનસિંગ ઉર્ફે કુંદનસિંગ રામસિંગ ચીકલીગરને સુરજકરાડીની નાસ્તા ગલીમાંથી દબોચી લીધો હતો.