• બાદમાં એસ્ટેટ શાખાએ સમગ્ર મકાનને જમીનદોસ્ત કર્યું: મકાનમાં રહેતો પરિવાર સમયસર બહાર નીકળી જતાં બચાવ થયો: નીચેના ભાગે આવેલી બે દુકાનો પણ તોડી પડાઈ

જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરના કડિયાવાડ વિસ્તારમાં આવેલું એક જર્જરિત મકાન કે જેનો છત નો અડધો હિસ્સો ધસી પડ્યો હતો. જેમાં રહેતા વિપ્ર પરિવારના ચાર સભ્યો સમયસર બહાર નીકળી જતાં તેઓનો બચાવ થયો હતો, સમગ્ર મકાનને જમીનદોસ્ત કરી નાખ્યું હતું, જેમાં નીચે બે દુકાનો આવી હતી, તે પણ તોડી પડાઈ છે.

જામનગરના કડીયાવાડ વિસ્તારમાં ઘાણીવાળી શેરીમાં આવેલું બે માળનું એક મકાન કે જેનો છતનો હિસ્સો ગઈકાલે મોડી સાંજે ધસી પડ્યો હતો. જેમાં રહેતા વિપ્ર પરિવારના ચાર સભ્યો, કે જેઓ સહી સલામત રીતે બહાર નીકળી ગયા હોવાથી જાનહાની ટળી હતી. મકાનનો અન્ય ભાગ કાટમાળના રૂપમાં ફેરવાયો હોવાથી મહાનગરપાલિકાની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી, અને નાની શેરીમાં પણ જેસીબી મશીન પહોંચાડીને મકાનને જમીનદોસ્ત કર્યું હતું. ઉપરોક્ત મકાનની નીચે બે દુકાનો આવેલી હતી, અને બંને દુકાનો ચાલુ હતી. દરમિયાન બંને દુકાનના બહાર કઢાવડાવી લીધો હતો, ત્યારબાદ સમગ્ર દુકાન સહિતનું મકાન તોડી પડાયું છે.