જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાંથી કોઈ તસ્કરો પીજીવીસીએલના થાંભલા પરથી ૧૨૯૦ મીટર વિજ વાયરની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ હતી. આ ગુનામાં એક મહિલા સહિત ચારને પોલીસે ઝડપી લીધા છે અને વાયરનો જથ્થો કબજે કર્યો છે.

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ નજીક લતીપર હાઈવે રોડ પર ભેંસદડ ફીડરના પીજીવીસીએલના જુદા જુદા નવ થાંભલા પરથી કોઈ તસ્કરો ૧,૨૯૦ મીટર જીવંત વીજ વાયર વિજ થાંભલા પરથી કાપીને ચોરી કરી લઈ ગયા હતા. ચોરીના બનાવ અંગે ધ્રોલ પીજીવીસીએલના ઈજનેર રાકેશભાઈ કિશોરભાઈ ઠકરારે ધ્રોલ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે શરૂ કરી હતી. ત્યારે પીએસઆઈ પી.જી. પનારાના માર્ગદર્શન હેઠળ વી.ડી. રાવલીયા, વનરાજભાઈ ગઢાદરા, જગદીશભાઈ જોગરાણા અને રવિરાજસિંહ જાડેજાને બાતમીના આધારે ધ્રોલ લતીપુર ચોકડી પાસે રહેતા સાજન વિરજી સાડમિયા, સાગર રાયધન વાઘેલા, શૈલેષ નાનજી વાઘેલા અને લાખીબેન ઉર્ફે લક્ષ્મીબેન મુકેશભાઈ જખાણીયાને ઝડપી લઈ ૧૨૯૦ મીટર ચોરાઉ વાયરનો જથ્થો કબજે કર્યો છે.