કંપનીએ નાણાંકીય વર્ષ 2026 સુધીમાં રૂ. 750 કરોડની આવક હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો

 

Business Highlights:-

·         નાણાંકીય વર્ષ 2013થી નાણાંકીય વર્ષ 2023 દરમિયાન દર વર્ષે નફામાં વૃદ્ધિ હાંસલ કરનારી માત્ર 16 કંપનીઓમાં સામેલ છે.

·         નાણાંકીય વર્ષ 2023 માટે, કંપનીએ નાણાંકીય વર્ષમાં તેના સર્વશ્રેષ્ઠ પરિણામો - આવક, એબિટા અને ચોખ્ખો નફો નોંધાવ્યો છે.

·         કંપનીએ નાણાંકીય વર્ષમાં પ્રથમ વખત રૂ. 500 કરોડથી વધુની આવક અને રૂ. 100 કરોડથી વધુ કરવેરા પહેલાંનો નફો મેળવ્યો છે.

·         નાણાંકીય વર્ષ 2013થી નાણાંકીય વર્ષ 2023ના 10 વર્ષ દરમિયાન, કંપનીએ ચોખ્ખા નફામાં 22%થી વધુ, એબિટામાં 19%થી વધુ અને આવકમાં 10%થી વધુનો મજબૂત સીએજીઆર નોંધાવ્યો છે.

જામનગર મોર્નિંગ - જામનગર 

ભારતની અગ્રણી હેલ્થકેર કંપનીઓમાંની એક લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે પ્રથમ વખત રૂ. 1,000 કરોડથી વધુના માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી કંપનીઓની એલિટ લીગમાં પ્રવેશ કર્યો છે. 24 ઓગસ્ટ 2023ના રોજ કંપનીના શેરની કિંમત રૂ. 503.35 પ્રતિ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી હતી. કંપનીએ આગામી વર્ષોમાં આવક અને માર્જિનમાં વૃદ્ધિ જાળવી રાખવાનું લક્ષ્ય રાખ્યું છે અને નાણાંકીય વર્ષ 2026 સુધીમાં રૂ. 750 કરોડની આવક હાંસલ કરવાનો તથા 'નેટ ડેટ ફ્રી' સ્ટેટસ જાળવી રાખવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

નાણાંકીય વર્ષ 2023 માટે, કંપનીએ નાણાંકીય વર્ષમાં તેના સર્વશ્રેષ્ઠ પરિણામો - આવક, એબિટા અને ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીએ નાણાંકીય વર્ષમાં પ્રથમ વખત રૂ. 500 કરોડથી વધુની આવક અને રૂ. 100 કરોડથી વધુ કરવેરા પહેલાંનો નફો મેળવ્યો છે. નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળા દરમિયાન પણ, કંપનીએ ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 26.7%, એબિટામાં 21.4% વૃદ્ધિ અને કુલ આવકમાં 10.3% વૃદ્ધિ સાથે ઉત્તમ ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી નોંધાવી હતી.

કંપનીએ ગુજરાતના મહેસાણા ખાતે સેફાલોસ્પોરીન પ્લાન્ટનું વિસ્તરણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ પ્લાન્ટમાંથી કોમર્શિયલ ઉત્પાદન શરૂ થયું છે અને કંપનીએ નિકાસ માટે ઘણા દેશોમાં પ્રક્રિયા હેઠળ પ્રોડક્ટ રજિસ્ટ્રેશન સાથે સ્થાનિક બજારોમાં વેચાણ શરૂ કર્યું છે. આ પ્લાન્ટ આગામી 3 વર્ષમાં આશરે રૂ. 150 કરોડના વેચાણમાં ફાળો આપે તેવી અપેક્ષા છે.

નાણાંકીય વર્ષ 2013થી નાણાંકીય વર્ષ 2023 દરમિયાન દર વર્ષે નફામાં વૃદ્ધિ હાંસલ કરનારી કંપની આવી સિદ્ધિ મેળવનાર ખૂબ જ ઓછી કંપનીઓમાં પણ સ્થાન ધરાવે છે. મોર્નિંગસ્ટારના વિશ્લેષણ મુજબ ભારતીય સ્ટોક એક્સચેન્જમાં 4,200થી વધુ લિસ્ટેડ કંપનીઓમાંથી તે માત્ર 16 કંપનીઓમાં સામેલ છે. નાણાંકીય વર્ષ 2013થી નાણાંકીય વર્ષ 2023ના 10 વર્ષ દરમિયાન, કંપનીએ ચોખ્ખા નફામાં 22%થી વધુ, એબિટામાં 19%થી વધુ અને આવકમાં 10%થી વધુનો મજબૂત સીએજીઆર નોંધાવ્યો છે.

નાણાંકીય કામગીરી – લિંકન ફાર્માસ્યુટિકલ્સ નાણાંકીય વર્ષ 2013 થી નાણાંકીય વર્ષ 2023 સુધી

વર્ષ

આવક

એબિટા

ચોખ્ખો નફો

નાણાંકીય વર્ષ 2023

532.79

111.65

72.90

નાણાંકીય વર્ષ 2013

192.96

18.58

9.81

10 વર્ષનો સીએજીઆર

10.7%

19.6%

22.2%


રેટિંગ એજન્સીઓમાં ક્રિસિલે કંપનીની બેંક સુવિધાઓ પર તેનું રેટિંગ ‘CRISIL A/Stable અને CRISIL A1’ માં અપગ્રેડ કર્યું છે. ઈકરાએ પણ કંપનીની લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની બેંક સુવિધાઓને અનુક્રમે A અને A1 માટે પુનઃપુષ્ટિ કરી છે. કંપનીની તરલતાની સ્થિતિ મજબૂત પાયા પર છે, જે તંદુરસ્ત રોકડ ઉપાર્જન, નો-ટર્મ ડેટ અને સ્વસ્થ વળતર ગુણોત્તર દ્વારા સમર્થિત છે.

 

છેલ્લા કેટલાક વર્ષોમાં, પ્રમોટર જૂથે ધીમે ધીમે કંપનીમાં તેમનો હિસ્સો વધાર્યો છે. માર્ચ 2023 સુધીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું હોલ્ડિંગ 1.27% છે. છેલ્લા એક વર્ષમાં, કંપનીના શેરના ભાવમાં 70% થી વધુનો વધારો થયો છે - 25 ઓગસ્ટ 2022ના રોજ પ્રતિ શેર રૂ. 281.80થી 24 ઓગસ્ટ 2023ના રોજ બજાર બંધ થવા સમયે તેનો ભાવ રૂ. 488.20 પ્રતિ શેર રહ્યો હતો.

 

કંપની હાલમાં પૂર્વ અને પશ્ચિમ આફ્રિકા, મધ્ય, ઉત્તર અને લેટિન અમેરિકા અને દક્ષિણપૂર્વ એશિયા સહિત 60થી વધુ દેશોમાં નિકાસ કરે છે. કંપનીએ તાજેતરમાં કેનેડામાં નિકાસ શરૂ કરી છે. ટીજીએ - ઓસ્ટ્રેલિયા અને ઈયુ જીએમપી મંજૂરીઓ કંપનીની હાજરીને વધુ મજબૂત કરશે અને તેના નેટવર્કને 90થી વધુ દેશોમાં વિસ્તારશે.

 

લિંકન ફાર્મા પાસે અમદાવાદ, ગુજરાતના ખાત્રજ ખાતે અત્યાધુનિક ઉત્પાદન સુવિધા એકમ છે, જે કડક આંતરરાષ્ટ્રીય ગુણવત્તા અને અનુપાલન ધોરણોનું પાલન કરે છે અને ઈયુજીએમપી, ટીજીએ અને ડબ્લ્યુએચઓ-જીએમપી, ISO-9001:2015, ISO-14001:2015 અને ISO-45001:2018 દ્વારા પ્રમાણિત છે. કંપનીએ 15 થેરાપ્યુટિક ક્ષેત્રોમાં 600થી વધુ ફોર્મ્યુલેશન વિકસાવ્યા છે અને એન્ટિ-ઇન્ફેક્ટિવ, શ્વસનતંત્ર, સ્ત્રીરોગવિજ્ઞાન, કાર્ડિયો અને સીએનએસ, એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ડાયાબિટીક, એન્ટિ-મેલેરિયા સહિત અન્યમાં મજબૂત પ્રોડક્ટ/બ્રાન્ડ પોર્ટફોલિયો ધરાવે છે. કંપનીએ 25થી વધુ પેટન્ટ અરજીઓ દાખલ કરી છે અને તેને સાત પેટન્ટ આપવામાં આવી છે.











.