શહેરની સેવા સંસ્થાઓ શ્રી એચ.જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા તા. 31-08-2023ને ગુરુવારે સાંજે 7:00 કલાકે ગણપતિ પંડાલોના સંચાલકો - કાર્યકરોની મળશે બેઠક 

જામનગર મોર્નિંગ - જામનગર 

છોટી કાશી જામનગર શહેરમાં પ્રતિ વર્ષ ગણપતિ મહોત્સવની ભારે ધામધુમ અને ઉત્સાહ પૂર્વક ઉજવણી થાય છે. જે ઉજવણીમાં જામનગર શહેરના ગણપતિ મંડળો પી.ઓ.પી.ની મૂર્તિઓને છોડીને ઇકો ફ્રેન્ડલી અથવા માત્ર માટીમાંથી બનાવેલી મૂર્તિઓનું જ સ્થાપન કરે અને કાર્યકરોની એક બેઠક રાખવામાં આવેલ છે. 

"છોટી કાશી" જામનગરમાં ગણપતિ ઉત્સવના કારણે પર્યાવરણ બગડે નહીં તે માટીની મૂર્તિ કે તેના જેવી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપન થાય તે માટે એચ.જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા ધનિષ્ઠ પ્રયાસો છેલ્લા છ વર્ષથી હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ જામનગર શહેર અને નજીકના વિસ્તારોમાં ગણપતિ ઉત્સવની ઉજવણી કરતી સંસ્થાઓ - મંડળોના મુખ્ય કાર્યકરો સાથે આ વિષયની ચર્ચા વિચારણા કરવા તથા જીકો ફ્રેન્ડલી રીતે ગણેશત્સોવ સૌના સહકારથી વધુ સારી રીતે ઉજવી શકીયે તેની ચર્ચા કરવા તા. 31-08-2023ના ગુરુવાર સાંજે 7-00 વાગ્યે શ્રી લોહાણા મહાજન વાડી, ઠકરાર વિંગ, પંચેશ્વર ટાવર, જામનગર ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત જામનગર શહેરમાં ઈકો ફ્રેન્ડલી બનાવનારા મૂર્તિકારોને પણ મિટિંગના સ્થળ પર હાજર રખાવી, તેઓની નાની-મોટી માત્ર માટીમાંથી બનાવેલી અનેક મૂર્તિઓનું નિર્દેશન પણ કરવામાં આવશે. ગણપતિ પંડાલોના વધુમાં વધુ સંચાલકો ઉપસ્થિત રહી આ આયોજન વધુ સારી રીતે થઇ શકે તે માટે સહભાગી બને તે માટે સહભાગી બને તેવો અનુરોધ આયોજક બંને સંસ્થા વતી શ્રી જીતુભાઈ લાલે કર્યો છે.  


.