જામનગર મોર્નિંગ - દ્વારકા (સુમિત દત્તાણી) : દેવભૂમિ દ્વારકાના ઓખા બંદરે બે ફિશિંગ બોટ સામ સામે અથડાઈ હતી જેમાં ૮ જેટલા લોકો દરિયામાં ડૂબ્યા હતા ડૂબેલા ૮ લોકો માંથી ૭ નો દરિયા માંથી  આબાદ બચાવ કરી અને ૧૦૮ની ૨ ટીમ દ્વારા તેઓને પ્રાથમિક સારવાર દ્વારકા કરવામાં આવતા જેમાંથી ૬ લોકોને રજા અપાઈ અને એક વ્યક્તિને વધુ સારવારની જરૂરિયાત હોવાથી જામનગર રીફર કરવામાં આવી રહ્યા હોવાની માહિતી માલી રહી છે. જયારે લાપતા એક વ્યક્તિને શોધખોળ હાથ ધરાઈ રહી છે.

જે ફિશિંગ બોટનો અકસ્માત થયો છે તે તા.૧૬/૦૮/૨૦૨૩ના ટોકન લઈને ૭ ખલાસીઓ સાથે માછીમારી કરવા ગઈ હોવાની માહિતી મળી રહી છે જે બોટ આજ અકસ્માતનો ભોગ બની છે.