ડબલ સવારી સ્કૂટરમાં નીકળેલા બે ગઠીયા એક યુવાનના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરી ગયાની પોલીસ ફરિયાદ
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરના એસ.ટી. ડેપો રોડ જેવા ધમધમતા વિસ્તારમાં ધોળે દહાડે ચીલઝડપની ઘટના બનતાં ભારે ચકચાર જાગી છે. ડબલ સવારી સ્કૂટરમાં નીકળેલા બે ગઠીયાઓએ એક યુવાનના ગળામાંથી સોનાના ચેનની ઝડપ કરી ભાગી છૂટ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં પોલીસ દ્વારા નાકા બંધી કરાઈ છે. જોકે બંને ગઠીયાઓ હવામાં ઓગળી ગયા છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નાનક મંદિરની પાછળ સંત કબીર ચોકમાં રહેતા વિનોદ શંકરલાલ લાલવાણી નામના ૩૯ વર્ષના યુવાન સોમવારે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં એસટી ડેપો રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન ડબલ સવારી એકટીવા સ્કૂટરમાં આવેલા બે જાણ્યા શખ્સો કે જે વિનોદ લાલવાણીના ગળામાંથી પેન્ડલ સહિતના સોનાના ચેનની ઝડપ કરી ભાગી છૂટ્યા હતા. આ ઘટના પછી યુવાન દ્વારા બુમાબુમ કરવામાં આવી હતી, પરંતુ બંને ગઠિયાઓ ભાગી છુટવામાં સફળ થયા હતા. આથી વિનોદભાઈ દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે એસટી ડેપો રોડ પરના જુદા જુદા કેમેરાને એક કરવામાં આવી રહ્યા છે, અને આરોપીની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.
0 Comments
Post a Comment