જામનગર મોર્નિંગ - જામનગર


ખેડા જીલ્લાના માતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાના અપહરણનો ગુનો નોંધાયો હતો. આ આરોપી જામનગર તાલુકાના મોખાણા ગામની સીમમાં આવ્યો હોવાની બાતમીના આધારે એસઓજી પોલીસ સ્ટાફે આરોપીને ઝડપી લીધો હતો, સાથે સગીરા પણ મળી આવી હતી. બંનેનો કબ્જો માતર પોલીસને સોંપવામાં આવ્યો છે.

ખેડા જિલ્લાના માતર પોલીસ સ્ટેશનમાં એક સગીરાનું અપહરણ થયા હોવા અંગેનો ગુનો નોંધાયો હતો. જેથી રાજ્યભરની પોલીસ દ્વારા તેની શોધખોળ ચલવાઈ રહી હતી. દરમિયાન જામનગર એસઓજી પોલીસને બાતમી મળી હતી કે જામનગર તાલુકાના મોખાણા ગામની સીમમાં એકલીયાધારની એક ખેડૂતની વાડીમાં આરોપી સગીરા સાથે આવ્યો છે.  આથી એસઓજી પોલીસ સ્ટાફે દરોડો પાડીને આરોપી શૈલેશ નાનાભાઈ ડામોર (રે. મોર ખાખરા તા. બોરવાઈ જી.મહીસાગર)ને ઝડપી પડયો હતો અને તેની સાથે સગીરા પણ મળી આવી હતી. જામનગર પોલીસે બંનેનો કબ્જો માતર પોલીસને સોંપ્યો છે.