જૂની અદાવતનો ખાર રાખીને બે ભાઈઓએ હત્યા નિપજાવી મૃતક યુવાનના પિતા પર પણ હુમલો કરાયાની ફરિયાદ

જામનગર મોર્નિંગ - જામનગર


જામનગરના નાગેશ્વર વિસ્તારમાં રહેતા અને પાનની દુકાન ચલાવતા સંજય મનસુખભાઈ ઢાપા નામના કોળી યુવાન ઉપર જૂની અદાવતનો ખાર રાખી બે શખ્સોએ છરીના આડેધડ ઘા જીકી દેતાં યુવાન લોહી લુહાણ હાલતમાં ત્યાજ ઢળી પડ્યો હતો, અને તેનું મૃત્યુ નીપજયું હોવાથી બનાવ હત્યારમાં પલટાયો હતો. ઉપરાંત તેના પિતા પર પણ હુમલો કરાયો હોવાથી આ બનાવ અંગ હુમલાખોર ભાઈઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધાયો છે.

મળતી વિગત મુજબ જામનગરના નાગેશ્વર વિસ્તારમાં રહેતા અને પાનની દુકાન ચલાવતા સંજય મનસુખભાઈ ઢાપા નામના યુવાન તે જ વિસ્તારમાં રહેતા હિતેશ ઉર્ફે ટકો મનસુખભાઈ ડોણાસીયા તેમજ તેના ભાઈ અજય મનસુખભાઈ ઉર્ફે મનાભાઇ ડોણાસીયા સાથે જૂની તકરાર ચાલતી હોય, તેનો ખાર રાખીને બંને શખ્સોએ સંજ્યને આડેધડ છરીઓના ધા ઝીંકી દેતાં તેને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલાજ તેનું મૃત્યુ નીપજ્યું હોવાથી આ બનાવ હત્યામાં પલટાયો હતો. 

આ ઉપરાંત તેના પિતા મનસુખભાઈ નાથાલાલભાઈ ઢાપા (ઉમર વર્ષ ૫૫) કે જેઓ છોડાવવા માટે વચ્ચે પડતાં તેના પર પણ છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરાયો હતો. જેથી તેઓ ઇજાગ્રસ્ત બન્યા છે, અને જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. આ બનાવની જાણ ના પગલે સીટી બી ડિવિઝનના પી.આઈ. હરદીપસિંહ ઝાલા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. વધુ કોઈ અનિચ્છનિય બનાવ ‘ન’ બને તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પિતા પુત્ર પર હુમલા અને હત્યાના બનાવના પગલે હોસ્પિટલ ખાતે પરિવારજનો દોડી ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત પિતા મનસુખભાઈ નાથાલાલ ઢાપાએ હુમલાખોર ભાઈઓ હિતેશ ઉર્ફે ટકો મનસુખભાઈ અને અજય મનસુખભાઇ ડોણાંસીયા સામે પોતાના પુત્રની હત્યા નીપજાવવા અને પોતાના પર હુમલો કરવા અંગેની ફરિયાદ નોંધાવતાં સિટી બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસી કલમ ૩૦૨, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪ તેમજ જી.પી.એક્ટ કલમ ૧૩૫ સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે, અને હાલ બંને આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. 










.