જામનગર મોર્નિંગ - જામનગર


ભરણ પોષણ કેસમાં જૂનાગઢની કોર્ટ દ્વારા સજા પામેલ અને નાસતો ફરતો આરોપી જામનગરમાંથી પોલીસના હાથે ઝડપાઇ ગયો છે.

જામનગરમાં સૈયદપીરની દરગાહ પાસે પટણીવાડમાં રહેતાં શબીર રહેમાનભાઈ કુરેશીને જૂનાગઢની અદાલત દ્વારા ભરણપોષણ કેસમાં ૨૦૩ દિવસની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી નાસતો ફરતો હતો. જે ગઈકાલે જામનગરમાં આવ્યો હોવાની બાતમી એસઓજીના રમેશભાઈ ચાવડા, દિનેશભાઈ સાગઠીયા અને સંદીપભાઈ ચુડાસમાને મળતા પીઆઈ બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.ડી. પરમારની સૂચનાથી જી.જી. હોસ્પિટલ નજીકથી એસઓજી પોલીસે તેને ઝડપી પાડયો હતો અને જુનાગઢ પોલીસના હવાલે કર્યો હતો.