જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં વસવાટ કરતા લોહાણા જ્ઞાતિના દરિદ્રનારાયણ કાર્ડ ધારકોને આગામી જન્માષ્ટમીના તહેવાર નિમિતે જીવન જરૂરી અનાજ કરિયાણા સહિતની ચીજ વસ્તુઓની એક કીટ આવતીકાલે સવારે 10:00 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી લોહાણા મહાજન વાડી પંચેશ્વર ટાવર ખાતેથી દેવાનું આયોજન કરેલ છે. આ કીટ લોહાણા સમાજના વિવિધ દાતાશ્રીઓના સહયોગથી બનાવવામાં આવી છે અને આ કાર્ડ ધારકો જન્માષ્ટમીનો તહેવાર સારી રીતે ઉજવી શકે તેવી વસ્તુઓ આપવાનું આયોજન કરેલ છે તો બધા કાર્ડ ધારકોએ પોતાના કાર્ડ સાથે સમયસર ઉપસ્થિત રહેવું તેમ શ્રી જામનગર લોહાણા મહાજનના પ્રમુખ શ્રી જીતુભાઈ લાલ અને માનદમંત્રી શ્રી રમેશભાઈ દત્તાણીની સંયુક્ત યાદી દ્વારા જણાવાયું છે.
0 Comments
Post a Comment