જામનગર મોર્નિંગ - જામનગર
આર્યસમાજ – જામનગરના માનદ્દમંત્રીશ્રી રામાણી મહેશભાઈ ભાણજીભાઈ પટેલ (ઉમર વર્ષ : ૬૬) વયના દુ:ખદ અવસાનના સમાચારથી સમગ્ર આર્યસમાજ - જામનગરના પદાધિકારીઓ, સદસ્યો, શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલય જામનગરનો શિક્ષકગણ, વિદ્યાર્થીનીઓ અને કર્મચારીઓ ઘેરા શોકની લાગણી અનુભવે છે.
તેઓશ્રી નાનપણથી જ આર્યસમાજ (વૈદિક) વિચારધારાના ચુસ્ત હિમાયતી હતા, ઔઘૌગિક અને સામાજીક ક્ષેત્રે પણ અનેક સેવાના કાર્યો કરેલા. શ્રી મહેશભાઈ આર્યસમાજ જામનગર અને આર્ય વિદ્યાસભાના માનદ્દમંત્રી પદે, ધી કોમર્શિયલ કો.કો. બેંક ના જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટર પદે, શ્રી બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશીક સભાના કારોબારી સદસ્ય અને ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના પ્રતિનિધિ, એમ.પી.શાહ ઉદ્યોગનગર એસો.ના ઉપપ્રમુખ પદે, શ્રી સમાજ સેવક મહાવીર દળ સ્મશાન વ્યવસ્થા સમિતિ - જામનગરના કારોબારી સદસ્ય આર્ય સેવા સંસ્થાના ખજાનચી પદે, વૈદિક સાહિત્ય પ્રકાશન મંડળના પ્રમુખ પદે, વૈદિક સાહિત્ય પ્રકાશન મંડળના પ્રમુખ પદે, ઉપરાંત જામનગર ચેમ્બર ઓફ કોમર્સ, જામનગરના આંમત્રિત સભ્ય, લાખોટા જળ સંચય અભિયાન સમિતિ, શ્રી ભારત માતા આદર્શ ગરબી મંડળ ઉપરાંત અનેક સામાજીક તથા ઔદ્યોગિક સંસ્થાઓમાં સેવા આપી રહ્યા હતા.
જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના માનદ્દમંત્રી, એમ.પી.શાહ ઉદ્યોગનગર એસોસિએશનના સ્થાપકમંત્રી, તેમજ કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ, પટેલ બોર્ડીંગ તથા સરદાર પટેલ વિદ્યાલયના કારોબારી સભ્ય, શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપના સ્થાપક પ્રમુખ, જામનગર સહકારી ઉદ્યોગનગર સંઘ લી. હાપાના ડાયરેક્ટર, સરદાર પટેલ ક્રેડીટ કો-ઓ.સોસાયટીના ફાઉન્ડર ચેરમેન, લાયન્સ ક્લબ ઓફ વેસ્ટ, જામનગર એન્જીનીયરીંગ વર્કસ એસો. ના ખજાનચી, જામનગરમાં આર્યુવેદિક દવાઓ તથા FMCG પ્રોડક્ટ કરતી જર્ક ફાર્મા પ્રા.લી. માં ડાયરેક્ટર, ન્યુ કરાંચી એન્જી, એરકિંગ ઓટો ઈન્ડસ્ટ્રીઝ તથા રામાણી એન્ટરપ્રાઈઝ ના વિકાસ સાથે મોટા ઔદ્યોગિક એકમનું સંચાલન કરેલ અને શહેરની નામી-અનામી અનેક સંસ્થાઓ સાથે જોડાઇને તેઓએ સેવા આપેલ હતી.
શ્રી મહેશભાઈ રામાણી તેમની પાછળ તેમના પત્ની નિમુબેન 3 પુત્રી રશ્મિબેન રાજેશભાઈ મોવલિયા (રાજકોટ), મિતલબેન યોગેશકુમાર ભાયાણી (જસદણ), શ્રધ્ધાબેન ઋષિકુમાર બરવાળીયા (સુરત) ને વિલાપ કરતાં છોડી ગયા છે.
0 Comments
Post a Comment