જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર નજીક ધુવાવ પાસે આવેલા એક પાણીના ખાડામાં નાહવા માટે પડેલા એક યુવાનનું ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યું છે. ફાયર બ્રિગેડે મૃતદેહને બહાર કાઢયો હતો.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આવેલા એક પાણીના ખાડામાં ગઈકાલે સવારે ૧૧.૩૦ વાગ્યાના અરસામાં રવિભાઈ વાલાભાઈ માટીયા નામનો ૨૩ વર્ષનો યુવાન કે જે પાણીના ખાડામાં નાહવા માટે પડ્યો હતો, અને ડૂબી ગયો હતો. જે અંગેની જાણકારી મળતાં ફાયર શાખાના બ્રિજરાજસિંહ ચુડાસમા, બ્રિજરાજસિંહ જાડેજા, અને કિશોરભાઈ ગાગીયા ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને ડૂબી ગયેલા યુવાનને બહાર કાઢી ૧૦૮ ની ટીમને સુપરત કર્યો હતો. ૧૦૮ની ટુકડીએ તેને જીજી હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, પરંતુ ત્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો, અને તબીબે તેનું મૃત્યુ હોવાનું જાહેર કર્યું હતું. મૃતકના પરિવારજનો પણ દોડી આવ્યા હતા, અને પરિવારમાં ભારે શોકનું હજુ ફરી વળ્યું છે.
0 Comments
Post a Comment