રૂપિયા ૧ લાખ ૭૦ હજારની રોકડ રકમ કબજે કરાઈ: રાજકોટ પોરબંદર-બગસરાના અન્ય ચાર શખ્સોની શોધખોળ

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર જિલ્લાના જામજોધપુરના એક ખેડૂત સાથે તાંત્રિક વિધિ ના બહાને ૧૦ લાખના એક કરોડ બનાવવાની લાલચ આપી રૂપિયા ૧૦ લાખની છેતરપિંડી અંગેના પ્રકરણમાં મુખ્ય સૂત્રધારને જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં વાંકાનેરમાંથી ઝડપી લીધો છે, અને તેની પાસેથી રૂપિયા ૧.૭૦ લાખની રોકડ કબજે કરી છે, જયારે અન્ય ચારની શોધખોળ હાથ ધરી છે.

જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામના ખેડૂત જીતેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ કથીરિયા પાસેથી તાંત્રિક વિધિના બહાને રૂપિયા દસ લાખની રકમ પડાવી લઇ છેતરપિંડી આચરવા અંગે નો ગુન્હો શેઠ વડાળા પોલીસ મથકમાં  દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં અમદાવાદના અનવર બાપુ અને તેની સાથે જૂનાગઢના કેસુભાઈ અને અન્ય ત્રણ સાગરીત સામે ફરિયાદ દાખલ કરાઈ હતી.

જે પ્રકરણની તપાસમાં એલસીબી ની ટીમેં જુકાવ્યું હતું, અને વાંકાનેર રેલવે ફાટક પાસે રહેતા અનવરભાઈ ઉર્ફે અનવર બાપુ, ( રહે. જુનાગઢ ફતેવાડી કેનાલ વાળી તેમજ જુહાપુરા અમદાવાદ) ને પકડી પાડ્યો હતો.  જેને જામનગર આવ્યા પછી એલસીબી ની ટીમ દ્વારા ઊંડાણપૂર્વકની પૂછતાછ કરવામાં આવી હતી, અને તેની પાસેથી રૂપિયા ૧,૭૦,૦૦૦ ની રોકડ રકમ કબજે કરી લેવામાં આવી હતી. સાથો સાથ તેનો મોબાઈલ પણ કબજે કરાયો છે. જેની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં  તેણે સોનું કાઢી આપવાની લાલચ આપી ખેડૂતને છેતર્યા હોવાનું કબૂલી લીધું હતું. અનવર બાપુ સામે અગાઉ અમદાવાદના સરખેજ પોલીસ મથકમાં પણ ચીટીંગ નો ગુન્હો નોંધાયો હતો, અને તેમાં તેની ધરપકડ થઈ ચૂકી છે. આ પ્રકરણમાં અન્ય ચાર આરોપીઓ પૈકી અનવર બાપુ ના ફઈ ના દીકરા અમરેલી જિલ્લાના બગસરા ગામના સાજીદભાઈ ચાનીયા, અને તેના મિત્ર પપ્પુ ભાઈ મુસ્લિમ ઉપરાંત પોરબંદરના કેસુભાઈ અને રાજકોટના બરકત ભાઈ ના નામો ખુલ્યા છે. જે ચારેય આરોપીઓની પોલીસ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી છે રહી છે. 










.