જામનગર મોર્નિંગ - જામનગર 

અરવિંદ એન્ડ કંપની શિપિંગ એજન્સીઝ લિ. (એસીએસએએલ) જામનગર સ્થિતિ કંપની 1987માં રચાઈ હતી. કંપની મુખ્યત્વે ચાર્ટરિંગ બિઝનેસમાં સંકળાયેલી છે. કંપનીની ચાર્ટરિંગ પ્રવૃત્તિઓમાં મુખ્યત્વે કમર્શિયલ હેતુઓ માટે બાર્જીસ ચાર્ટરિંગ કરવાનો સમાવેશ થાય છે.

તેની વ્યાપક બાર્જ ચાર્ટરિંગ સેવાઓમાં ગ્રાહકોની ચોક્કસ આવશ્યકતાઓને પહોંચી વળવા માટે તૈયાર વિકલ્પોની શ્રેણીનો સમાવેશ થાય છે. આ સેગમેન્ટમાં અંતિમ ઉપભોક્તાઓ બાંધકામ કંપનીઓ છે, જેમને મોટે ભાગે ભારે ઉપકરણો, બાંધકામ સામગ્રીઓ અથવા કર્મચારીઓનું પાણીમાં સ્થિત બાંધકામ સાઈટ્સથી આવવાજવા માટે પરિવહન કરવા બાર્જીસની આવશ્યકતા રહે છે. બાર્જીસ બાંધકામ પ્રોજેક્ટોને ટેકો આપવા માટે રેતી, ગ્રેવલ, સિમેન્ટ, સ્ટીલ અથવા મશીનરી જેવી સામગ્રીઓના પરિવહન માટે ઉપયોગ કરાઈ શકે છે. તેણે હાલમાં જ ગુજરાતના જામનગર આસપાસમાં સ્થિત હોટેલ મિલેનિયમ પ્લાઝા અને હોટેલ 999 સાથે હોસ્પિટાલિટી વેપારમાં પ્રવેશ કર્યો છે.

આ પ્રોસ્પેક્ટસની તારીખના રોજ તે 5 (પાંચ) બાર્જીસ ધરાવતી હતી. કંપનીએ નાણાકીય વર્ષ 2021માં આર્કેડિયા સુમે બાર્જ, 2022માં કેબી-26 અને કેબી-32 બાર્જ અને 2023માં આર્કેડિયા મિનિકા બાર્જ ખરીદીને બાર્જીસના ચાર્ટરિંગમાં સાહસ ખેડ્યું છે. ઉપરાંત કંપનીએ આઈપીઓની પ્રાપ્તિઓમાંથી આર્કેડિયા પાર્શ્વ અને અનંતા નામે 2 (બે) વધુ બીર્જીસ પ્રાપ્ત કરવાની પણ યોજના બનાવી છે.

-ઈશ્યુ-

કંપની હવે રૂ. 14.74 કરોડ ભેગા કરવા શેર દીઠ રૂ. 45 (રૂ. 35ના પ્રીમિયમ સહિત)ની નિશ્ચિત કિંમતે પ્રત્યેકી રૂ. 10ના 3276000 ઈક્વિટી શેરોની તેની ઈનિશિયલ પબ્લિક ઓફર (આઈપીઓ) લાવી રહી છે. ઈશ્યુ 12 ઓક્ટોબર, 2023ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખૂલશે અને 16 ઓક્ટોબર, 2023ના રોજ બંધ થશે. લઘુતમ અરજીનો લોટ 3000 શેરનો છે અને ત્યાર બાદ ગુણાંકમાં. કંપનીના શેરો નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) અને તેના એસએમઈ ઈમર્જ મંચ પર લિસ્ટેડ થશે.

ઈશ્યુની લીડ મેનેજર બીલાઈન કેપિટલ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ છે અને સ્કાયલાઈન ફાઈનાન્શિયલ સર્વિસીસ પ્રા. લિ. ઈશ્યુની રજિસ્ટ્રાર છે.

નાણાકીય વર્ષ 2022-23 માટે તેણે રૂ. 3.47 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 6.58 કરોડની ઈબીઆઈટીડીએ સાથે રૂ. 8.41 કરોડની કુલ મહેસૂલ નોંધાવી છે. નાણાકીય વર્ષ 2021-22 માટે તેણે રૂ. 1.00 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 1.79 કરોડની ઈબીઆઈડીટીએ સાથે રૂ. 3.31 કરોડની કુલ મહેસૂલ નોંધાવી છે.

31 મે, 2023 પૂરા થયેલા બે મહિનાના સમયગાળા માટે તેણે રૂ. 2.14 કરોડની ઈબીઆઈડીટીએ અને રૂ. 1.14 કરોડના ચોખ્ખા નફા સાથે રૂ. 2.39 કરોડની કુલ મહેસૂલ નોંધાવી છે.











.