મુંબઈથી મૃતદેહને જામનગર લાવ્યા પછી બપોર બાદ તેની અંતિમવિધિ કરાઇ: પરિવારમાં ભારે શોક છવાયો

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતા અને 'પુરસ્કાર ગિફ્ટ શોપ' નામની પેઢી ચલાવતા જામનગરના વેપારી સચીનભાઈ વેણીલાલ ગંઢેચા ના ૧૩ વર્ષની વયના પુત્ર ઓમ નું ગઈકાલે મુંબઈમાં હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ નીપજ્યું હોવાથી ભારે કરુણતા સર્જાઇ છે, અને પરિવારમાં શોક છવાયો છે.

સચિનભાઈનો ૧૩ વર્ષનો પુત્ર  'ઓમ' કે જે મુંબઈમાં અભ્યાસ કરે છે, અને તેને એકાએક હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ નીપજયું હોવાથી પરિવારમાં ભારે શોકમગ્ન  વાતાવરણ બની ગયું છે. આજે તેના મૃતદેહને જામનગર લાવવામાં આવ્યા પછી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવાયું હતું. કામદાર કોલોની વિસ્તારમાં આવેલા પુષ્પ એપાર્ટમેન્ટમાંથી તેની અંતિમયાત્રા કાઢવામાં આવી છે. આ દુઃખદ સમાચારને લઈને ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. માત્ર ૧૩ વર્ષની વયના કિશોરનું હ્રદય રોગના હુમલાથી નિધન થતાં પરિવાર ભારે શોકાતુર બન્યો છે.