કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં શુક્રવારે નવી દિલ્હીમાં ડાબેરી ઉગ્રવાદ પર સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ અન્ય સંબંધિત અધિકારીઓને ખાતરી આપતા અમિત શાહે સ્પષ્ટપણે કહ્યું કે, 'આગામી બે વર્ષમાં ડાબેરી ઉગ્રવાદને સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવશે.'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ અને કેન્દ્રીયગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના સક્ષમ માર્ગદર્શનમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ડાબેરી ઉગ્રવાદને કાબૂમાં લેવામાં ઉત્તમ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. દેશની જનતા એ હકીકતની સાક્ષી છે કે દ્રઢ નિર્ણય લેનાર નેતા અમિત શાહની સચોટ વ્યૂહરચના અને ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત તમામ રાજ્યોના સહયોગથી વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩માં આ સમસ્યા વિરુદ્ધ મોટી સફળતાઓ પ્રાપ્ત થઈ છે. ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત ક્ષેત્રોમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના નવા કેમ્પની સ્થાપના અને તેમની ઉપસ્થિતિ એ અમિત શાહની યોજનાઓની પ્રાથમિકતા છે. ડાબેરી ઉગ્રવાદથી મુક્ત થયેલા ક્ષેત્રોમાંમાં પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી ત્યાં ફરી આ સમસ્યા ઊભી ન થાય.
મોદી સરકારમાં શાહની નીતિઓ અંતર્ગત ડાબેરી ઉગ્રવાદના ભંડોળને તોડી પાડવા માટે કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૪ની સરખામણીમાં વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૩ની વચ્ચે ડાબેરી ઉગ્રવાદ સંબંધિત હિંસામાં ૫૨ ટકાથી વધુનો ઘટાડો, મૃત્યુમાં ૬૯ ટકાનો ઘટાડો, સુરક્ષા દળના મૃત્યુમાં ૭૨ ટકાનો ઘટાડો અને નાગરિકોના મૃત્યુમાં ૬૮ ટકાનો ઘટાડો થયો છે. ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત રાજ્યોમાં વિકાસને વેગ આપવા માટે માર્ગ નિર્માણ, ટેલિકોમ, નાણાકીય સમાવેશ, કૌશલ્ય વિકાસ અને શિક્ષણ જેવા ક્ષેત્રો પર નિર્ણાયક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.
અમિત શાહે ડાબેરી ઉગ્રવાદ સામે શરૂઆતથી જ ઝીરો ટોલરેન્સની નીતિ અપનાવી છે, જેના પરિણામે વર્ષ ૨૦૨૨માં છેલ્લા ૪ દયકાઓની સરખામણીમાં ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત ક્ષેત્રોમાં સૌથી ઓછી હિંસા અને મૃત્યુ નોંધાયા છે. ડાબેરી ઉગ્રવાદ દેશમાં ઘણા દાયકાઓથી એક પડકારના છે. બે વર્ષની અંદર ડાબેરી ઉગ્રવાદને સંપૂર્ણપણે ખતમ કરવાના સંકલ્પના આ વર્ષમાં એવું લાગે છે કે આ લડાઈ હવે નિર્ણાયક તબક્કામાં આવી પહોંચી છે. નક્સલવાદને માનવતા માટે અભિશાપ માનનારા ભાજપના દિગ્ગજ નેતા અમિતભાઇ શાહ આના તમામ સ્વરૂપોને જડમૂળથી ખતમ કરવા પ્રતિબદ્ધ છે.
0 Comments
Post a Comment