જામનગર મોર્નિંગ - મુંબઈ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે શનિવારે ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં આયોજિત ૪૯મી અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન કોંગ્રેસ પ્રસંગે પોતાના સંબોધનમાં કહ્યું, 'ફોરેન્સિક સાયન્સના ઉપયોગ દ્વારા CCTNS અને ICJSની ભૂમિકા અને આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટને બદલનાર ત્રણ નવા કાયદા સાથે ભારતની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ અમૃતકાળમાં નવા યુગમાં પ્રવેશવા જઈ રહી છે '5જી યુગમાં પુલિસિંગ, નાર્કોટિક્સ-એક ગેમ ચેન્જિંગ દ્રષ્ટિકોણ, સોશિયલ મીડિયાના પડકારો, કોમ્યુનિટી પુલિસિંગ, આંતરિક સુરક્ષાના પડકારો અને પોલીસ અને સીએપીએફ વચ્ચે સમન્વય સીમાઓની સુરક્ષા જેવા વિષયોની સાથે ૪૯મી અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન કોંગ્રેસ પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ અમૃતકાળની પ્રથમ પ્રથમ પોલીસ વિજ્ઞાન કોંગ્રેસ છે.
આઇપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ આ ત્રણ કાયદા અંગ્રેજોએ બનાવ્યા હતા. ૧૮૬૦ થી ૨૦૨૩ સુધી આમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે સમય બદલાય છે ત્યારે સમાજ પણ બદલાય છે અને ગુનાની પદ્ધતિઓ અને માપદંડ પણ બદલાય છે. બદલાતા સમયની સાથે કાયદામાં ફેરફાર ખૂબ જ જરૂરી બની જાય છે. હવે ઇન્ડિયન પીનલ કોડનું નવું નામ ભારતીય ન્યાય સંહિતા હશે. ક્રિમિનલ પ્રોસિઝર કોડનું નવું નામ ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા હશે અને ઇન્ડિયન એવિડન્સ એક્ટનું નામ ભારતીય પુરાવા અધિનિયમ હશે. આ બદલાવોની સાથે દેશના ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં આમૂલ પરિવર્તન આવશે. અંગ્રેજોના જમાનામાં બનેલા જૂના કાયદાઓનો હેતુ 'સજા' આપવાનો હતો જ્યારે મોદી-શાહના પ્રયાસોને કારણે જે નવા કાયદાઓ બની રહ્યા છે તેનો હેતુ 'ન્યાય' આપવાનો હશે. જો જોવામાં આવે તો અંગ્રેજોએ બનાવેલા કાયદાઓમાં થયેલા ફેરફારો એક રીતે ગુલામીની માનસિકતામાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના સક્ષમ માર્ગદર્શન હેઠળ આ ત્રણેય કાયદાઓ પસાર થયા બાદ દેશવાસીઓને તારીખ પર તારીખની સમસ્યામાંથી રાહત મળશે. કોઈપણ દેશના વિકાસના તમામ માપદંડોની પ્રથમ શરત એ છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી હોય. છેલ્લા ૯ વર્ષમાં કાયદો અને વ્યવસ્થા સુધારવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. અમૃતકાળ દરમિયાન આજે દેશના ત્રણ હોટ સ્પોટ જમ્મુ અને કાશ્મીર, નોર્થ ઈસ્ટ અને ડાબેરી ઉગ્રવાદી ક્ષેત્રોમાં કાયદો અને વ્યવસ્થામાં સુધારો થયો છે. આંતરિક સુરક્ષા અને સરહદોની સુરક્ષા માટે પણ અભૂતપૂર્વ કામ કરવામાં આવી રહ્યું છે. અમિત શાહે સ્પષ્ટ કર્યું કે, આજે ભારત આંતરિક સુરક્ષાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહ્યું છે.
છેલ્લા ૯ વર્ષની સિદ્ધિઓના આધારે રાજનીતિના ચાણક્ય શાહના આ દાવાને સ્વીકારવામાં કોઈ સંકોચ નથી કે, આઝાદીની શતાબ્દીના સમયે ભારત વિશ્વમાં દરેક ક્ષેત્રમાં સર્વપ્રથમ હશે.
0 Comments
Post a Comment