જામનગર નજીકની રંગમતી નદીમાં માછલાના મોત માટે ઝેરી કેમિકલ જવાબદાર હોવાનું પ્રાથમિક તારણ
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર તાલુકાના દરેડ-ચેલા માર્ગે રંગમતી નદીના પાણીમાંથી હજારોની સંખ્યામાં મૃત માછલા નજરે ચડ્યા હતા. જે અંગે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નાદીનાં પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાં પ્રાથમિક કારણ એવું જણાયું હતું કે ઝેરી અને કેમિકલ યુક્ત પાણીના કારણે માછલાનાં મૃત્યુ થયા હતા. પરિણામે આ વિસ્તારમાં ચાલતા એક કારખાનાને બંધ કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે.
જામનગર નજીકના દરેડ ગામ પાસેથી પસાર થતી રંગમતી નદીના પાણીમાંથી બે દિવસ પહેલા અસંખ્ય માછલાનાં મૃતદેહ મળી આવ્યા હતા. આથી જામનગરની પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીના અધિકારી કલ્પનાબેન પરમાર પોતાની ટીમ સાથે તપાસ સાથે દોડી ગયા હતા. અને અલગ અલગ ચારથી પાંચ જગ્યાએથી નદીના પાણીમાંથી નમુના લઇ પૃથ્થકરણ માટે મોકલ્યા હતા. જેમાં પ્રાથમિક તારણ એવું જાણવા મળ્યું હતું કે કેમિકલ યુક્ત ઝેરી પાણી કારણે આ માછલા ના મૃત્યુ થયા છે.
બીજી તરફ નજીકમાં ધમધમતા એક બ્રસ્પાર્ટસ યુનિટમાંથી એસીડ વાળું કેમિકલયુક્ત પાણી નદીમાં છોડવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવતા આ યુનિટને બંધ કરવાનો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.
0 Comments
Post a Comment