જામનગર મોર્નિંગ - જામનગર  
જામનગરના એક એડવોકેટ તથા તેમના ભાઈ પર ચાર મહિના પહેલાં ત્રણ શખ્સોએ કરેલા હુમલાની અદાલતમાં ફરીયાદ કરતાં અદાલતે ગુન્હો નોંધી આરોપીઓને અદાલત સમક્ષ હાજર થવા માટેનો હુકમ કર્યાે છે.
જામનગરના એડવોકેટ ધર્મેન્દ્ર નડિયાધારાના ભાઈ રાજેશ નડિયાધારા ગઈ તા. ૬ જુલાઈની રાત્રે પોતાના બાઈક પર ખંભાળિયા નાકા બહાર કુંભારવાડા ચોક પાસેથી જતા હતા, ત્યારે કલ્પેશ બાબુલાલ અસાવલા અને કમલેશ જયંતિલાલ અસાવલા નામના શખ્સોએ સામુ જોવાની બાબતે ગાળો ભાંડી હુમલો કર્યો હતો. આ વેળાએ એડવોકેટ ધર્મેન્દ્રભાઈ પોતાના ભાઈને છોડાવવા વચ્ચે પડતા કલ્પેશ તેમને લાકડી માથામાં ફટકારી હતી અને મનિષ બાબુલાલ તેઓને પકડી રાખ્યા હતા. આ શખ્સોએ હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ અદાલતમાં કરવામાં આવતા અદાલતે ગુન્હો નોંધી આરોપીઓને હાજર થવા હુકમ કર્યો છે. ફરિયાદી તરફથી વકીલ અજય પટેલ રોકાયા છે.