- 14 થી 18 વર્ષની વય ધરાવતા જુનિયર ભાગ લઇ શકશે
જામ ખંભાળિયા, તા. ૦૯-૧૧-૨૦૨૩ : સુરેન્દ્રનગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા સંચાલિત ગુજરાત રાજ્યના જુનિયર વિભાગના યુવાનોમાં તંદુરસ્તી કેળવાય તેમજ ખડગ-પર્વત આરોહણ અવરોહણ અંગેની સમજ કેળવાય તે હેતુથી ચતુર્થ રાજ્યકક્ષાએ ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધામાં 14 થી 18 વર્ષની વય ધરાવતા યુવાનો (જુનિયર) ભાગ લઇ શકે છે.
આ સ્પર્ધા આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લા ખાતે યોજવામાં આવનાર છે. જેમાં સ્પર્ધકોએ સ્વખર્ચે આવવાનું રહેશે. ભાગ લેનાર સ્પર્ધકો ગુજરાતમાં ઓસમ, ઇડર, પાવાગઢ, ગિરનાર અને ચોટીલા આ પાંચ સ્થળો પૈકી કોઇપણ એક જ સ્થળે આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક યુવાનોએ સ્પર્ધાનું ફોર્મ દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ખાતેથી મેળવી લેવાનું રહેશે. સાથે તબીબી પ્રમાણપત્ર પણ જોડવાનું રહેશે.
તા. 16 ડિસેમ્બર સુધીમા અરજીઓ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, એ-5, ગ્રાઉન્ડ ફ્લોર, બહુમાળી ભવન, ખેરાળી રોડ, રતનપર, સુરેન્દ્રનગર ખાતે મોકલી આપવાની રહેશે.
0 Comments
Post a Comment