જામનગરના શખ્સે ઇકો કાર અને અસલ દસ્તાવેજ પરત નહીં આપી છેતરપીંડી આચરી: ઠગબાજ હાલ અન્ય વાહન ચીટીંગના ગુનામાં જેલમાં

જામનગર મોર્નિંગ - જામનગર 

પોરબંદરના ગેરેજ સંચાલકને ઇકો કાર ભાડે આપવાની લાલચ આપી જામનગરના ઠગબાજે ઇકો કાર પરત ન કરી રૂા. ૪.૭૩ લાખની છેતરપીંડી આચર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

આ બનાવની વિગત એવી છે કે, પોરબંદરમાં રહેતા સિરાજભાઇ અનુભાઇ વાઢાએ આજથી દોઢેક વર્ષ પહેલા તેમના મિત્ર પિન્ટુભાઇ રસીકભાઇ ઓઝા સાથે ભાગીદારીમાં ઇકો કાર ખરીદી હતી અને પોરબંદરથી દ્વારકા પાટે ટ્રાવેલ્સ બસ ચલાવતા અશોકભાઇ ઉર્ફે નોંઘો વેરસીભાઇ કારીયા (ગઢવી) તે ઓળખતા હોય અને તેણે પીટુભાઇને કહેલ કે તમારી પાસે કોઇ ફોરવ્હિલ કાર હોય તો કહેજો મારા ભાઇ રામભાઇ રેલ્વેમાં ગાડીઓ ભાડેથી રાખવાનો કોન્ટ્રાકટ મળેલ છે, જેથી પીંટુભાઇએ રામભાઇનો સંપર્ક કરતા રામભાઇએ તેમને ગાડી અને અસલ કાગળીયાઓ લઇ જામનગર બોલાવેલ અને દર મહિને રૂા.૨૦ હજાર ભાડુ નક્કી કરી ગાડી અને કાગળીયા આપી દીધેલ, શરૂઆતમાં ત્રણ મહિના સુધી નિયમિત ભાડુ ચૂકવ્યા બાદ ચોથા મહિને ભાડુ આપવા ગલ્લા તલ્લા કરતાં બંને ભાગીદારો ભાડુ લેવા જામનગર આવતાં રામભાઇ મળેલ નહીં અને તે વાહન ચીટીંગના ગુન્હામાં હાલ જામનગર જેલમાં હોવાનું જાણવા મળેલ અને તેમની પાસે રેલ્વેનો વાહન ભાડે રાખવાનો કોઇ કોન્ટ્રાકટ ન હોય જેથી પોતે છેતરાયા હોવાનું જણાતા તેમના વિરૂઘ્ધ સીટી-સી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ.