મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ ધ્રોલ તાલુકાના ગોલીટા ગામના ખેડૂત અશોકભાઈ વાલાભાઈ માખેલાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા રાકેશ શંકરભાઈ ડામોર નામના ૨૫ વર્ષના શ્રમિક યુવાને કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકની માતા સાગરીબેન શંકરભાઈ ડામોરે પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન કે જે ઘણી કુટેવ વાળો હતો, અને છેલ્લા કેટલાક દિવસથી એકલવાયું અને રખડતું ભટકતું જીવન જીવતો હતો. તેમ જ ગુમસૂમ રહેતો હતો. જે એકલવાયા જીવનના કારણે તેને આત્મહત્યાનું પગલું ભરી લીધુ છે. જે પ્રકરણમાં ધ્રોલ પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.