જામનગર તા.07 નવેમ્બર, સમગ્ર રાજ્યમાં અત્યારે ''સ્વચ્છતા હી સેવા અભિયાન'' માં બહોળી સંખ્યામાં નાગરિકો ભાગ લઈ રહ્યા છે. જામનગર જિલ્લાના વિવિધ તાલુકાના બસ સ્ટેન્ડ્સ પર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં પદાધિકારીશ્રીઓ અને સ્થાનિક ગ્રામજનો જોડાયા હતા.

 

ઉલ્લેખનીય છે કે, આગામી તા.11 નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં વિવિધ ફ્લાય ઓવર્સ, બસ સ્ટેન્ડસ, રેલવે સ્ટેશન અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝાડી-ઝાંખરા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.