જામ ખંભાળિયા, તા. ૦૮-૧૧-૨૦૨૩ : ખંભાળિયા રાજપૂત સમાજના પ્રમુખ અને શક્તિનગર ગ્રામ પંચાયતના અગ્રણી ચંદ્રસિંહ એફ. જાડેજાના જન્મદિવસ નિમિત્તે તેમણે અનોખી સેવા પ્રવૃત્તિ કરી અને ગરીબ તેમજ અનાથ બાળકોને અહીંની એક પ્રખ્યાત હોટેલમાં આ બાળકોને ભાવતા તમામ સ્વૈચ્છિક ભોજન કરાવ્યા હતા.

      આટલું જ નહીં, આ બાળકો સાથે તેમણે કેક કાપી હતી, ગરીબ-અનાથ બાળકોએ પ્રથમ વખત સારી હોટલમાં વ્યંજનની મોજ માણી તેમની આંખોમાં અનેરી ખુશી સાથે ચમક જોવા મળી હતી. આ સેવા પ્રવૃત્તિ બદલ સલાયાના અગ્રણી લાલજીભાઈ ભુવા દ્વારા ચંદ્રસિંહ જાડેજાને આશાપુરા માતાજીની છબી આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.