• જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પીજીવીસીએલ રજૂઆત 

    જામ ખંભાળિયા, તા. ૦૮-૧૧-૨૦૨૩ : હિન્દુઓના પવિત્ર પર્વ દિવાળીના સપરમા દિવસોનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ખંભાળિયા શહેરમાં આ દિવસો દરમ્યાન વીજ વિક્ષેપ ન સર્જાય તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા પી.જી.વી.સી.એલ. તંત્રને રજૂઆત કરવામાં આવી છે.
     દિવાળીના દિવસોમાં આવતીકાલે ગુરુવારે અગિયારસથી આગામી રવિવાર તારીખ 19 મી સુધીમાં નુતન, વર્ષ, ભાઈબીજ, લાભ પાંચમ તેમજ જલારામ જયંતિના પવિત્ર દિવસો આવતા હોય, શહેરમાં પીજીવીસીએલ તંત્ર વીજકાપ ન લાગે અને તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો બરકરાર રહે તે માટે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીએ વિજ અધિકારીઓને રજૂઆત કરી છે.