જામનગર મોર્નિંગ - જામનગર
શંકરટેકરી ઉધોગનગરમાં એક પેઢીમાંથી તેમાં જ કામ કરતા બે શખ્સોને 1500 કુલ ભંગાર અંદાજિત કિમંત રૂ. 6.31 લાખનો માલ બારોબાર આપી વિશ્વાસઘાત કરતા બંને સામે સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગરમાં ઓશવાળ કોલોની શેરી નં. બે માં રહેતા નિહારભાઈ ધીરેનભાઈ ગલૈયા નામના વેપારી શંકર ટેકરી ઉધોગનગરમાં જી.એમ. ઈમ્પૅક્ષ નામની પેઢી ચલાવે છે અને બ્રાસ ભંગાર ઈમ્પોર્ટ કરે છે, અને તેની જ પેઢીમાં કામ કરતા ઉમેદસિંહ ચૌહાણ અને ઇન્સાફ હદેખા મોહમ્મ્દ નામના શખ્સો સામે સીટી સી ડિવિઝનમાં વિશ્વાસઘાત આચર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર ઉપરોક્ત બંને આરોપીઓએ જુલાઈ 2023થી આજદિન સુધીમાં 1500 કિલો માલ અંદાજે કિમંત રૂ. 6,31,500 વિશ્વાસઘાત કર્યો હતો.