•  ઈંગ્લીશ દારૂ સાથે હાડાટોડા ગામના શખ્સની અટકાયત: સપ્લાયરને ફરારી જાહેર કરાયો

જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર જિલ્લાના ધ્રોલમાં ગોકુલપાર્ક સોસાયટીમાં એક ભાડાના મકાનમાંથી ૨૪ નંગ દારૂની બાટલીનો જથ્થો પકડાયો છે, અને દારુ સંતાડનાર હાડાટોડા ગામના એક શખ્સની અટકાયત કરાઈ છે, જ્યારે તેને દારૂ સપ્લાય કરનાર અન્ય શખ્સને ફરાર જાહેર કરાયો છે.

ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામના વતની હાર્દિક દેવશીભાઈ ગોજિયા નામના શખ્સ દ્વારા ધ્રોલમાં ગોકુળ પાર્ક સોસાયટીમાં એક મકાન ભાડે રાખીને તેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંગ્રહ કરીને તેનું ખાનગીમાં વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે ધ્રોલ પોલીસે દરોડો પાડ્યો હતો અને હાર્દિક દેવશીભાઈ ગોજિયાને અટકાયત કરી લઈ મકાનમાંથી રૂપિયા ૧૨,૦૦૦ની કિંમતનો ૨૪ નંગ દારૂની બાટલીનો જથ્થો કબજે કર્યો હતો. ઉપરોક્ત  દારૂનો જથ્થો તેને ડાંગરા ગામના પરાક્રમસિંહ ભરતસિંહ જાડેજાએ સપ્લાય કર્યો હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.