- પટેલ કોલોની વિસ્તારમાં આવેલી બોમ્બે નમકીન નામથી ખજૂર નુ પેકિંગ કરતી પેઢીને ત્યાં ફૂડ શાખાનું ચેકિંગ
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં શરૂ સેક્શન રોડ પર રહેતા એક ગ્રાહકે મંગળવારે ખજૂરના પેકેટની ખરીદી કરી હતી, જે પેકેટ ઘરે ખોલ્યા પછી તેમાંથી જીવતી ઈયળ જોવા મળી હોવાથી તુરત જ મહાનગરપાલિકાની ફૂડ શાખાને જાણ કરવામાં આવી હતી, અને ફૂડ વિભાગ દ્વારા પેકિંગ કરતી કંપનીને ત્યાં દરોડો પાડી ચેકિંગ કરાયું હતું, અને નમૂના લેવાયા છે.
જામનગરના શરૂ સેક્શન રોડ પર રહેતા એક ગ્રાહક દ્વારા મંગળવારે ખરીદ કરવામાં આવેલા બોમ્બે નમકીન નામની પેઢીના પેક કરાયેલા ખજૂરની ખરીદી કરાઈ હતી, અને ૯૦ રૂપિયામાં એક પેકેટની ખરીદી કરવામાં આવી હતી. જે પેકેટને ઘેર જઇ ખોલ્યા પછી તેમાંથી જીવિત ઈયળ નિકળતાં ગઈકાલે સવારે તાત્કાલિક અસરથી જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખાને જાણ કરવામાં આવી હતી, અને સેમ્પલ દર્શાવાયું હતું. જેથી ફૂડ વિભાગ દોડતું થયું હતું.
તપાસ દરમિયાન પટેલની શેરી નંબર નવના છેડે બોમ્બે નમકીન નામની પેઢી દ્વારા ફરસાણના પેકિંગની સાથે સાથે ખજૂરનું પણ પેકિંગ કરીને વેચાણ કરાતું હોવાથી તે પેઢીમાં હાજર રહેલા ખજૂરના પેકેટના નમુનાને ખોલીને ચેકિંગ કરાવ્યું હતું, અને તેની વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. જો કે તે પેકિંગમાં કશો વાંધો ન હતો, ગ્રાહકને મળેલું પેકિંગ કબજે કર્યા પછી આ અંગેની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.
0 Comments
Post a Comment