- કાર્યક્રમના અંતે 79 ઉમેદવારોની પ્રાથમિક ધોરણે પસંદગી કરવામાં આવી
જામનગર તા.08
નવેમ્બર, જામનગર મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી ખાતે
દરેક યુવાનોને રોજગાર મળે તે ધ્યેય નિમિતે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં કાર્યક્રમના અધ્યક્ષશ્રી અને મદદનીશ નિયામક (રોજગાર) શ્રી
સરોજબેન સાંડપા દ્વારા ઉમેદવારોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું, અને કાર્યક્રમને અનુરૂપ પ્રેરણાત્મક ઉદબોધન
આપવામાં આવ્યું હતું. તેમજ અન્ય સ્ટાફગણ દ્વારા ઉમેદવારોને સ્વરોજગાર અને રોજગાર
રજીસ્ટ્રેશન અને અનુબંધમ પોર્ટલ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, વિવિધ નોકરીદાતાઓ દ્વારા તેમની કંપનીઓની
પ્રાથમિક માહિતી ઉમેદવારોને આપવામાં આવી હતી. આ જોબફેરમાં 138 જેટલા
રોજગારવાંચ્છું ઉમેદવારોએ ભાગ લીધો હતો. તેમજ 9 જેટલા ખાનગી એકમોના નોકરીદાતાશ્રીઓ
હાજર રહયા હતા. ખાનગી એકમોના નોકરીદાતાશ્રીઓ દ્વારા હાજર ઉમેદવારોનો સ્થળ પર જ
ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે 79 ઉમેદવારોની પ્રાથમિક રીતે
પસંદગી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં, આઈ.ટી.આઈ. જામનગરના આચાર્યશ્રી, જામનગર રોજગાર કચેરીના સમગ્ર સ્ટાફગણ, ઉમેદવારો તેમજ બહોળી સંખ્યામાં વિધાર્થીઓ
ઉપસ્થિત રહયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્લેસમેન્ટ ઓફિસરશ્રી વિરેન્દ્રસિંહ
વાઢેર દ્વારા કરવામાં આવ્યું હતું. જયારે જુનિયર રોજગાર અધિકારીશ્રી ભારતીબેન
ગોજીયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. તેમ મદદનીશ નિયામક (રોજગાર) શ્રી સરોજબેન
સાંડપા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
0 Comments
Post a Comment