ચાંદી બજાર સ્થિત શેઠજી જૈન દેરાસરેથી તપસ્વીઓનો વરઘોડો યોજાયો

જામનગર મોર્નિંગ - જામનગર  


જામનગરમાં જૈન સમાજનાં ૧૫ બાળ તપસ્વીઓએ અઢારીયા ઉપાધનની ઉપાસના પૂર્ણ કરી છે. તપ સાધનામાં લીન આ તપસ્વીઓ ૧૮ દિવસ માતા-પિતા તથા મોબાઇલથી પણ અળગા રહ્યા હતાં. વર્તમાનમાં જ્યારે સ્માર્ટફોનનાં ઉપયોગ અને સોશ્યલ મિડીયાનો અતિરેક ઉપયોગ માનસિક વિકારોનું કારણ બની રહ્યા છે ત્યારે આ તપસ્વીઓનો સંયમ પ્રેરક કહી શકાય. ઉપાસના પૂર્ણ થતા શેઠજી જૈન દેરાસરેથી તપસ્વીઓનો વરઘોડો-શોભાયાત્રા યોજાયા હતાં. બપોર પછી સાંજીનાં કાર્યક્રમમાં બાળ તપસ્વીઓનું અનુમોદન કરવામાં આવશે.