• બાઈક, મોબાઈલ સહિત રૂ. 2.67 લાખનો મુદામાલ કબ્જે: બે શખ્સ ફરાર
જામનગર મોર્નિંગ - જામગનર  
જામનગરમાં કનસુમરા પાટીયા નજીકથી ઈંગ્લીશ દારૂના મસમોટા જથ્થા સાથે એક શખ્સને પંચકોશી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઝડપી લઇ બે શખ્સો નાસી જતા શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ જામનગરમાં દિવાળી તહેવાર ચાલુ થતા જ ઈંગ્લીશ દારૂનો મસમોટો જથ્થો ઘુસાડવા ઈંગ્લીશ દારૂના ધંધાર્થીઓ સક્રિય થયા હોય, જેથી જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ એ સ્થાનિક પોલીસ મથકોમાં સૂચના આપી હોય અને જામનગર શહેર તથા જિલ્લામાં દારૂબંધી માટે કડક પગલાં લેવા અને તહેવાર દરમિયાન કોઈપણ દુષણ ફેલાય નહીં તે દિશામાં કાર્યવાહી કરવા સૂચન કરેલ હતું.

જેના અનુસંધાને કનસુમરા ગામના પાટીયા આગળ ખાનગી પાર્ટી પ્લોટ નજીક મસમોટો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઘુસાડવાના હોય તેવી બાતમી પંચકોશી બી ડિવિઝન ના ભયપાલ સિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા ને મળતા પીએસઆઇ એમ.વી. મોઢવાડીયા ના માર્ગદર્શન હેઠળ દરોડો કરી મયુર ગ્રીન્સ શેરી નં. 5 માં રહેતા અજયસિંહ ઉર્ફે અક્કી નવલસિંહ ચૌહાણ નામના શખ્સને ઈંગ્લીશ દારૂની બોટલ 369 નંગ બોટલ કિંમત રૂ. 1,84,500 તથા 480 નંગ ચપટા કિંમત રૂ. 48,000 તથા 5000 ની કિમંત નો એક મોબાઈલ અને 30,000 કિંમત એક મોટરસાયકલ કુલ મળી રૂ. 2,67,500નો મુદામાલ કબ્જે કરી અજયસિંહ નામના શખ્સને ઝડપી લઇ દરોડા દરમિયાન હિરેન ઉર્ફે ભુરી ગોરી અને ભરતસિંહ ચૌહાણ નામના બે શખ્સો નાસી જતા શોધખોળ હાથ ધરી છે.