જામજોધપુર તાલુકાના નંદાણા ગામ ના જેરામભાઈ ચકુભાઈ સોલંકી નામના દેવીપુકજ યુવાન મંગળવારે સવારે મેઘપર આંબરડી ગામમાંથી મોટરસાયકલ પર પસાર થતા હતા ત્યારે તેઓને મેઘપર આંબરડી ગામના રાજેશ બચુ સોલંકી, ધીરૂ અબુ સોલંકી, હેમંત બચુ, ધારશી બચુ સોલંકીએ રોકી લઈ લાકડી, સળીયા, કુહાડી વડે હુમલો કરી આડેધડ માર માર્યાની પણ જેરામભાઈ ને બંને હાથમાં તથા એક પગમાં ફ્રેકચર થઈ ગયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા પછી તેઓએ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. બે એક વર્ષ પહેલાં જેરામભાઈ ના ભત્રીજા બટુક આંબાભાઈ સાથે ઉપરોક્ત શખ્સો ને ઝઘડો થયો હતો. તે પછી મંગળવારે જેરામભાઈ ને માર મારવામાં આવ્યો હતો.