જામનગર મોર્નિંગ - જામનગર

જામનગરમાં નવાગામ (ઘેડ) બાપુનગર વિસ્તારમાં રહેતા એક યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંષા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવાદોરી ટૂંકાવી છે. જે મામલે સીટી બી ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના નવાગામ ઘેડ, બાપુનગર વિસ્તારમાં રહેતા ભાવેશ મકવાણા નામના યુવાને સોમવારે સાંજે પોતાના ઘેર બારીની લોખંડની ગ્રીલમાં ચાદર બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત નો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગેની જાણ થતાં સૌપ્રથમ ૧૦૮ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી. જેણે ભાવેશ મકવાણાની તપાસ કર્યા પછી તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. સીટી બી ડિવિઝન પોલીસમાં જાણ કરાતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ છે, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મૃતક યુવાને કયા કારણસર આપઘાત નું પગલું ભરી લીધું છે, તે જાણવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.