ખંભાળિયામાં રહેતા રિધ્ધી ભાર્ગવકુમાર દવેએ ભાવનગરની મહારાજા ક્રિષ્નાકુમારસિંહજી
યુનિવર્સિટી ખાતે રસાયણ ભવનના એસોસિયેટ પ્રોફેસર ડો. તેજશકુમાર પી. જોષીના માર્ગદર્શન હેઠળ સંશોધન વિષય "To study molecular interactions, self-assembly and applications of nanoaggregates of polymer-surfactant systems" ઉપર નિબંધ લખી અને તેમના પ્રથમ વિધાર્થીની તરીકે પી.એચ.ડી.માં ઉતીર્ણ થયેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યક્ષ પ્રોફેસર એચ.એસ. જોષીની ઉપસ્થિતિમાં મૌખીક કસોટી પુર્ણ કરેલ છે.
રિધ્ધી મુળ જામનગરના અને હાલ ગુજરાત હાઈકોર્ટમાં વકીલાતનો વ્યવસાય કરતા શ્રી હરેશભાઈ એન. જોષીના સુપુત્રી તેમજ ખંભાળિયા ના દેવભૂમિ દ્વારકા મદદનીશ જિલ્લા સરકારી વકીલ કમલેશકુમાર સી. દવેના પુત્રવધુ થાય છે.
રિધ્ધીબેને ડોક્ટરેટની ડીગ્રી પ્રાપ્ત કરતા તેણીને પરીવારના સભ્યો અને સ્નેહીજનો તેમજ બહોળા પ્રમાણમાં મિત્રમંડળ તરફથી શુભેચ્છાઓ સાંપડી છે. ડો. રિધ્ધી ભાર્ગવકુમાર દવેએ બ્રહ્મસમાજ અને પરીવારનું ગૌરવ વધાર્યુ છે.
0 Comments
Post a Comment