જામનગરના ગોકુલનગરથી આગળ આવેલા સાંઢીયા પુલ પાસેની શિવદર્શન સોસાયટીની શેરી નં.૪માં રહેતા માધવભાઈ આલાભાઈ ઓડીચ નામના રાજયગોર બ્રાહ્મણના પત્ની લલીતાબેન (ઉ.વ.૪૫)એ સોમવારે બપોરે પોતાના ઘરે એક ઓરડામાં આવેલા પંખામાં ચુંદડી વડે ગાળીયો બનાવી અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. જેની જાણ થતાં તેણીના પતિ માધવભાઈએ નીચે ઉતારી લલીતાબેનને ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પંચકોશી બી ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.