- ઉત્સવો નિમિત્તે શ્રીજીના દર્શન સમયમાં ફેરફાર


    જામ ખંભાળિયા, તા. ૦૯-૧૧-૨૦૨૩ : સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકામાં આવેલા ભગવાન શ્રીકૃષ્ણનું શયન સ્થાન ગણાતા દ્વારકાધીશ મંદિરમાં આગામી દિપાવલી પર્વના ઉત્સવોની પરંપરાગત રીતે ઊજવણી કરાશે. આગામી સોમવાર તા. 13 ના રોજ શ્રી દ્વારકાધીશ મંદિર તથા મંદિર પરિસરના અન્ય મુખ્ય મંદિરોમાં અન્નકુટ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જગતમંદિરમાં ઉત્સવો અનુસાર ઠાકોરજીના દર્શન સમયમાં જરૂરી ફેરફાર કરાયા છે. જે અનુસાર તા. 13 મી એ સવારે 6 વાગ્યે ઠાકોરજીની મંગલા આરતી, 8:30 વાગ્યે ગોવર્ધન પૂજા, 11 થી 12 વાગ્યા સુધી અન્નકુટ મનોરથના પ્રથમ ભોગના દર્શન તેમજ બપોરે 1 થી 2. સુધી અન્નકુટ મનોરથના બીજા ભોગના દર્શન થશે.
      સાંજે 7 થી રાત્રે 9 સુધી અન્નકુટ ઉત્સવ રાજભોગ સહના દર્શન થશે. શંખનારાયણજી મંદિરમાં અન્નકૂટનો સમય સાંજે 4 થી 7 નો રહેશે. છેલ્લા અન્નકુટના દર્શન સમયે અહીં આવેલા અન્ય તમામ મંદિરોમાં અન્નકુટ દર્શન થશે.
      સર્વે વૈષ્ણવો તથા યાત્રાળુઓને નૂતન વર્ષના તહેવારોમાં ઠાકોરજીના દર્શન મનોરથનો લાભ લેવા બેટ દેવસ્થાન સમિતિના ઈન્ચાર્જ વ્યવસ્થાપક દિનેશભાઈ બદીયાણીની યાદીમાં જણાવાયું છે.