જામ ખંભાળિયા, તા. ૦૯-૧૧-૨૦૨૩ : ખંભાળિયામાં હાલ દિવાળીના દિવસો ચાલી રહ્યા છે અને શહેરની બજારમાં ગ્રાહકોની અવરજવર વધી રહી છે. ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબૂત બની રહે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તથા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિની સૂચના મુજબ અહીંના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તથા સ્ટાફ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં પોલીસ સ્ટાફ દ્વારા અહીંની મેઈન બજાર, ઝવેરી બજાર, નગર ગેઈટ સહિતના ટ્રાફિકથી વ્યસ્ત એવા જુદા જુદા વિસ્તારોમાં ચાલીને પેટ્રોલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં માર્ગ આડેના વાહન ચાલકો, રેંકડીધારકોને પણ પોલીસ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી.