જામનગર મોર્નિંગ - જામનગર : કાલાવડ તાલુકાના જશાપર ગામની સીમ વિસ્તારમાં સોમવારે સાંજે એક પરપ્રાંતિય શ્રમિક યુવતિએ કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં ચકચાર જાગી છે.

આ બનાવની વિગત એવી છે કે, જશાપરની સીમ વિસ્તારમાં રમેશભાઈ દોંગાની વાડીમા મજુરી કામ કરતા મધ્યપ્રદેશના ઈલાબેન ગોપાલભાઈ બારિયાની ૨૨ વર્ષીય પુત્રી રીનાબેને સોમવારે સાંજ ના સમયે અગમ્ય કારણોસર કૂવામાં ઝંપલાવી દેતાં આજુબાજુ ની વાડીવાળા દોડી આવ્યા હતા, અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતાં કાલાવડ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટુકડી અને કાલાવડ ટાઉન પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જ્યાં કૂવામાંથી યુવતીનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે, અને આગળની તપાસ ધર્મેન્દ્રસિંહ કંચવા ચલાવી રહ્યા છે.