જામનગર તા.07 નવેમ્બર, સમગ્ર રાજ્યમાં અત્યારે ''સ્વચ્છતા હી સેવા અભિયાન'' માં બહોળી સંખ્યામાં નાગરિકો ભાગ લઈ રહ્યા છે. જામનગર જિલ્લામાં આવેલા જામનગર, જોડીયા, ધ્રોલ અને જામજોધપુર તાલુકાની વિવિધ પશુ સારવાર સંસ્થાઓ, પશુ દવાખાનાઓ તેમજ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોમાં કર્મચારીગણે સ્વચ્છતા હી સેવા અભિયાનમાં તેમનું યોગદાન આપ્યું હતું.

 

આ ઉપરાંત,  જામજોધપુર અને ધ્રોલ તાલુકાની તમામ પશુ સારવાર સંસ્થાઓ ખાતે રેકોર્ડ વર્ગીકરણની કામગીરી કરવામાં આવી હતી. તેમ, નાયબ પશુપાલન નિયામકશ્રી ડો.તેજસ શુક્લ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.