જામ ખંભાળિયા, તા. ૦૭-૧૧-૨૦૨૩ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 'સ્વરછતા હી સેવા' અભિયાન અન્વયે ખંભાળિયાની મામલતદાર કચેરી ખાતે સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર રાજ્યમાં 'સ્વરછતા હી સેવા' અભિયાન અંતર્ગત સરકારી કચેરીઓમાં સાફ-સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અહીંની મામલતદાર કચેરી ખાતે કચેરી બિલ્ડિંગ, જુદી જુદી શાખાઓ, કચેરી ગાર્ડન તેમજ કચેરી કેમ્પસની સાફ-સફાઈ કરવામાં આવી હતી. સાથે મામલતદાર કચેરીની વિવિધ શાખાઓમાં રેકર્ડ વર્ગીકરણની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આ સાફ-સફાઈની પ્રવૃત્તિમાં સરકારી કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા.
0 Comments
Post a Comment