• એક દિવડા થકી બે ઘરોમાં ખુશીઓની દિવાળી

દેશભરમાં વોકલ ફોર લોકલ ચળવળને જોરદાર વેગ મળી રહ્યો છે.ત્યારે જામનગરમાં પણ નાના મોટા સૌ કોઈ લોકો દિવાળીના તહેવાર દરમિયાન સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી નાના વેપારીઓની દિવાળી સુધરે તે હેતુથી તેમના પાસેથી ખરીદી કરી રહ્યા છે. દિવાળી નિમિતે દરેક લોકો પોતાને ખરીદવાની થતી કોઈપણ ચીજ વસ્તુની ખરીદી પોતાની નજીક અને પોતાના ગામમાં આવેલા વેપારી પાસેથી કરશે તો સ્થાનિક કક્ષાએ વેપારને પણ વેગ મળશે સાથોસાથે નાના કારીગરો અને વેપારીઓને પણ પ્રોત્સાહન મળશે. જામનગર શહેરમાં નાના મહિલા વેપારી પાસેથી ઝાંખી નામની બાળકીએ દિવડાની ખરીદી કરતા બે ઘરોમાં ખુશીઓની દિવાળી ઉજવાશે. તેણીએ દિવડાની ખરીદી કરી લોકોને પણ અપીલ કરી હતી કે મે એક બહેન પાસેથી દિવડાની ખરીદી કરી છે. તો આપ સૌ પણ દિવાળીના તહેવાર દરમિયાન નાના વેપારીઓ પાસેથી ખરીદી કરો. દરેક તહેવારની જેમ દિવાળીના તહેવારમાં પણ વોકલ ફૉર લોકલનો ભાગ બની પોતાના ઘરને સજાવો, જેમાં દેશવાસીઓની મહેનતના પરસેવાની સુવાસ હોય.