જામનગર તા.૭ નવેમ્બર, રોજગાર કચેરી જામનગર દ્વારા સ્વચ્છતા ઝુંબેશ- ૨૦૨૩ અંતર્ગત વિવિધ સ્વચ્છતા અને સાફ સફાઈને લગતી કામગીરી કરવામાં આવી હતી. જેમાં રેકર્ડ રૂમની વ્યવસ્થિત સાફ સફાઈ, દરેક અલગ અલગ ટેબલની વ્યવસ્થિત સાફ સફાઈ અને કચેરીની આજુબાજુ વરસાદના કારણે ઉગી નીકળેલ કાંટાળા વનસ્પતીઓની સાફ સફાઈ કરીને કામગીરી કરવામાં આવી હતી. તેમજ નકામું પ્લાસ્ટિક, કચેરીની લોબી, તેમજ ભરતીમેળા માટેના ગ્રાઉન્ડની પણ સફાઇ કરવામાં આવી હતી.

 આ તકે કચેરી વડા મદદનીશ નિયામકશ્રી (રોજગાર) દ્વારા સ્વચ્છતાના મહત્વને સમજાવતું પ્રેરણારૂપ ઉદબોધન આપવામાં આવ્યું હતું. તેમજ કચેરીના સમગ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવેલ સફાઇ અભિયાનની કામગીરીને બિરદાવવામાં આવી હતી.