ખંભાળિયા તાલુકાના સામોર ગામે રહેતા અનિલભાઈ ધોરીયાની 15 વર્ષની પુત્રી દિપાલીએ ગઈકાલે મંગળવારે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ પરેશભાઈ અનિલભાઈ ધોરીયાએ અહીંની પોલીસને જાણ કરી છે.