જામ ખંભાળિયા, તા. ૦૭-૧૧-૨૦૨૩ : ખંભાળિયા નગરપાલિકા દ્વારા આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય અમૃત અને DAY-NULM ના સયુંકત ઉપક્રમે આજરોજ સ્વસહાય જૂથ બહેનો મોટી સંખ્યામાં મહિલાઓની ઉપસ્થિતિ સાથે “જલ દિવાળી” “પાણી માટે મહિલાઓ, મહિલાઓ માટે પાણી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

         આ કાર્યક્રમમાં બહેનોને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરાવવામાં આવી હતી. અહીં પ્લાન્ટની પ્રોસેસ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ DAY-NULM અંતર્ગત ચાલતા ક્રિષ્ના સ્વસહાય જૂથ, ગૌરી સ્વસહાય જૂથ, સમુદ્ર સ્વસહાય જૂથ સાથે DAY-NULM સ્ટાફએ ફૂલવાડી વોટર પ્લાન્ટની મુલાકાત માં તેમજ બહેનોને પ્લાન્ટની કામગીરી વિશે માહિતગાર કરી અને "જલ દિવાળી" કાર્યક્રમ સંપન્ન થયો હતો.