જામનગર તા.09 નવેમ્બર, સમગ્ર રાજ્યમાં અત્યારે ''સ્વચ્છતા હી સેવા અભિયાન'' માં બહોળી સંખ્યામાં નાગરિકો ભાગ લઈ રહ્યા છે. જામનગર મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન હેઠળ જામનગર શહેરમાં આવેલા રેલવે સ્ટેશન પર સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 ઉલ્લેખનીય છે કે, આગામી તા.11 નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં વિવિધ ફ્લાય ઓવર્સ, બસ સ્ટેન્ડસ, રેલવે સ્ટેશન અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝાડી-ઝાંખરા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.