જામનગરના ગોકુલનગર રડાર રોડ પર આવેલી નવાનગર સોસાયટીની શેરી નં.૩માં રહેતા હેતલબેન મહેશભાઈ ફલીયા તથા તેમના પતિ મહેશભાઈ હિતેન્દ્રભાઈ ફલીયા ગયા શનિવારે સાંજે ભાયુભાગમાં આવેલા વાડામાં ગાયોને ઘાસ નાખવા માટે ગયા હતા. આ વેળાએ ત્યાં હાજર મનિષ તુલસીભાઈ કટારમલે તમારે અહીં આવવું નહીં તેમ કહી ગાળો ભાંડતા અને તે પછી ફોન કરીને કંચનબેન ભૂપેન્દ્રભાઈ ફલીયા તથા કાજલ ઉર્ફે કૌશલબેન પ્રકાશભાઈ કનખરાને બોલાવ્યા હતા. ત્યારપછી ત્રણેય વ્યક્તિએ હેતલબેનને ઢીકાપાટુ વડે માર મારી જાનથી પતાવી દેવાની ધમકી આપી હતી. સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મનિષ કટારમલ, કંચનબેન ફલીયા, કાજલબેન કનખરા સામે ફરિયાદ કરાઈ છે. પોલીસે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.